Daily Horoscope 3 january 2024: મિથુન-કર્ક રાશિ માટે આજનો દિવસ સારો, અન્ય માટે કેવો રહેશે આજનો દિવસ?

Daily Horoscope: ગ્રહોની ચાલ દ્વારા રાશિફળનું અનુમાન કરવામાં આવે છે. આજનો દિવસ તમારા માટે કેવો રહેશે. એના વિશે તમારા રાશિફળ મુજબ જાણી શકાય છે. આવો જાણીએ આચાર્ય પંડિત સત્યમ વિષ્ણુ અવસ્થી પાસેથી.

Share:

હાઈલાઇટ્સ

  • મિથુન રાશિના લોકોને આજે મિત્ર તરફથી ભેટ મળી શકે
  • કન્યા રાશિના જાતકોનું અટવાયેલું કામ પુરુ થઈ શકે છે
  • ધન રાશિના ચેતજો, દુશ્મન આજે સક્રીય રહેશે

Daily Horoscope: મિથુન અને કર્ક રાશિ માટે આજનો દિવસ સારો છે. તમામ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે એ આપણે આચાર્ય પંડિત સત્યમ વિષ્ણુ અવસ્થી પાસેથી જાણીશું. 

મેષ 
અનેક દિવસોથી અટવાયેલા કામમાં ઝડપ આવશે. પારિવારી વિવાદોના કારણે ચિંતામાં રહેશો. સામાજીક કાર્યોમાં સામેલ થશો. આજે વેપારના કામથી કોઈ યાત્રા થઈ શકે છે. 

વૃષભ
ભાગ્યના ભરોષે ન બેસતા, કર્મ કરે રાખજો. વેપારમાં લાભ થશે. ઘર્મ-કર્મમાં આસ્થા વધશે. પારિવારીક વાતાવરણ અનુકુળ રહેશે. તમારા સ્વાસ્થ્યનુ ધ્યાન રાખજો. સંતના દર્શન થઈ શકે છે. 

મિથુન
આજનો દિવસ તમારા માટે સારો છે. જૂના મિત્રો તરફથી કોઈ ભેટ મળી શકે છે. સહકર્મીઓનો સાથ મળશે. વિવાદોથી દૂર રહેજો. રોકાણ કરવાથી લાભ થશે. જીવનસાથીનું સ્વાસ્થ્ય સાચવજો. 

કર્ક 
જૂના વિવાદોનો અંત આવી શકે છે. પરિવારમાં સંપતિનો વિવાદ શક્ય છે. તમારા પોતાના જ તમને છેતરી શકે છે, એટલે સતર્ક રહેજો. ધન લાભ શક્ય છે. પણ વેપારને વધારવા માટે આજનો દિવસ યોગ્ય નથી. 

સિંહ 
માનસિક શાંતિ મળશે. કાર્ય સ્થળે ફેરફાર શક્ય છે. ખાસ વ્યક્તિ સાથેની મુલાકાતથી મન પ્રસન્ન રહેશે. સંતાનનું સુખ મળશે. માતા-પિતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે. પોતાની જાત પર વિશ્વાસ રાખો. દેખા દેખી કરતા નહીં. 

કન્યા
કેટલાંક દિવસોથી અટવાયેલું કામ આજે પાર પડી શકે છે. વિવાહ કરવા માગતા જાતકો માટે આજનો દિવસ અનુકુળ છે. દરેક સાથે તમારા મનની વાત શેર કરતા નહીં, નુકસાન સંભવ છે. 

તુલા
કામ કરવાની જગ્યાએ અધિકારીઓ સાથે મતભેદ શક્ય છે. સુખ સુવિધા માટે ધન ખર્ચ શક્ય છે. પરિવારના સભ્યોનો સાથ સહકાર મળશે અને સંબંધો સુધરશે. ન્યાયપક્ષ મજબૂત બનશે. 

વૃશ્વિક 
મિત્રો સાથે વિવાદ થઈ શકે છે. નોકરી કરતા હોવ તો આજે તમારે સ્થળ બદલવું પડે એવા યોગ છે. પારિવારીક યાત્રાના યોગ બની રહ્યા છે. તમે આજે વ્યસ્ત રહેશો તો કેટલાંક કાર્યો ન થાય એવું પણ બની શકે છે. 

ધન
વિરોધીઓ આજે સક્રીય રહી શકે છે. યોજના મુજબ કામ ન થાય તો તમને ગુસ્સો આવી શકે છે. વાહન અને મશીનરીનો ઉપયોગ સાચવીને કરજો. આત્મવિશ્વાસની ઉણપ તમને ખોટા નિર્ણય તરફ દોરી શકે છે. 

મકર 
નવી ઉર્જા સાથે દિવસની શરુઆત થશે. ઘરના કામકાજથી આજે તમે વ્યસ્ત રહી શકો છો. નોકરીએ જગ્યાએ આજે કોઈ સમસ્યા આવી શકે છે. જમીન ખરીદવા માટે આજે રોકાણ કરી શકો છો. યાત્રા કરવાનુ ટાળજો. 

કુંભ
સ્વાસ્થ્ય પર ધ્યાન આપજો. તમારો જિદ્દી સ્વભાવ કેટલાંક સંબંધો બગાડી શકે છે. ખોટા કામમાં તમારું મન લાગે નહીં એનુ ધ્યાન રાખજો. ખોટી આદત છોડી દેજો. સમય જતા બધુ સારી થઈ જશે. 

મીન 
વેપારના વિસ્તાર માટે રુપિયા એકત્ર કરવામાં મન લાગશે. અતિથીઓનું આગમન તમારી દિનચર્યા બગાડી શકે છે. લગ્ન વાંચ્છુકો માટે આ સમય સારો છે. નવા વસ્ત્રો અને દાગીના મળી શકે છે.   

નોંધઃ આ તમામ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીના આધારે છે. saurashtrakutch.com આ માન્યતાઓ અને જાણકારીઓની પુષ્ટિ કરતુ નથી. કોઈ પણ જાણકારીને અમલમાં લાવતા પહેલાં કોઈ વિશેષજ્ઞની ખાસ સલાહ લેજો.