Daily Horoscope 27 December 2023: આજનો દિવસ વૃષભ અને મિથુન સહિત આ છ રાશિના જાતકો માટે ખાસ

Daily Horoscope: ગ્રહોની ચાલ દ્વારા રાશિફળનું અનુમાન કરવામાં આવે છે. આજનો દિવસ તમારા માટે કેવો રહેશે. એના વિશે તમારા રાશિફળ મુજબ જાણી શકાય છે. આવો જાણીએ આચાર્ય પંડિત સત્યમ વિષ્ણુ અવસ્થી પાસેથી.

Share:

હાઈલાઇટ્સ

  • વૃશ્વિક રાશિના લોકો ચેતજો,તમારા જ તમને દગો આપી શકે છે
  • વાતચીત કરવાની કળાથી કુંભ રાશિના લોકોથી લોકો પ્રભાવિત થશે
  • મીન રાશિના શત્રુઓ આજે તમારી સામે હારી જશે

Daily Horoscope: આજે મેષ, વૃષભ, તુલા અને મિથુન રાશિના જાતકો માટે સારો રહેવાનો છે. તમામ રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેવાનો એ આપણે આચાર્ય પંડિત સત્યમ વિષ્ણુ અવસ્થી પાસેથી જાણીશું. 

મેષ 
પૈતૃક સંપતિને આજે નિવેડો આવી શકે છે. તમને તમારા જ પરિવારના દૂર કરવા માગશે. આજે તમારા ઘરે ઓચિંતા કોઈ મહેમાન આવી શકે છે. વિદેશમાં વેપારનો વિસ્તાર કરજો, તમને લાભ થઈ શકે છે. 

વૃષભ
આજે તમને કોઈ નવો એગ્રીમેન્ટ મળી શકે છે. જે જમીન તમે ખરીદી છે એ તમને ભવિષ્યમાં ખૂબ ફળવાની છે. આજે તમારે મિત્રોની સહાયતા કરવી પડશે. રુપિયાની લેતી દેતી સંભાળીને કરજો. 

મિથુન
આજથી તમારા કમો પ્રત્યે ગંભીર થઈ જજો. સાથે જ તમારું કામ સમયસર કરો. સમય જતા ચેતી જજો. માતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે. આજે તમને પેટ સંબંધિત કોઈ તકલીફ થઈ શકે છે. 

કર્ક
સુચારુ રીતે ચાલી રહેલાં કામોમાં કોઈ વિઘ્ન આવી શકે છે. જમીન કે અન્ય કોઈ પ્રોપર્ટીની ડીલ આજે થઈ શકે છે. પાડોશીઓ સાથેના સંબંધમાં સુધારો થશે. ખોટી ચિંતા છોડીને ભગવાનનું નામ લો, મુશ્કેલી દૂર થશે. 

સિંહ
દિવસની શરુઆત પ્રસન્નતાથી થશે. કોઈ રોચક જાણકારી આજે પ્રાપ્ત થઈ શકે છે. તમે જેના પર વિશ્વાસ કરો છો એ આજે તમને છેતરી શકે છે. તમારા શત્રુઓ પણ આજે સક્રિય રહેશે. યાત્રા આજે શુભ રહેશે. 

કન્યા 
તમારું મનગમતુ કામ ન મળવાથી આજે તમે ઉદાસ રહી શકો છો. કોઈ વિશિષ્ટ વ્યક્તિના સંપર્કથી તમારામાં સુધારો આવશે. પારીવારિક મતભેદ રહેશે. સમય જતા રુપિયા ભેગા કરી લેજો. 

તુલા 
જ્યાં નોકરી કરો છો ત્યાં તમને ઉપલું પદ મળી શકે છે. કોઈ એવું પણ છે કે જે તમારી ઉન્નતિ ઈચ્છતુ નથી. જેથી ચેતી જજો. સંતાનની ભણવાની ચિંતા કોરી ખાશે. ઘરમાં વસ્તુ અનુરૂપ પરિવર્તન કરવાથી લાભ મળી શકે છે. 

વૃશ્વિક
આજે તમને તમારા પોતાના જ દગો આપી શકે છે. દેવાના કોઈ દસ્તાવેજ મળવામાં મોડુ થઈ શકે છે. નોકરીની જગ્યાએ આજે કોઈ મોટો ધડાકો શક્ય છે. જેથી કરીને ચેતી જજો. યોજનાઓ અધૂરી રહેશે. 

ધન
હાલ મનોરંજનનો સમય નથી, તમારા કરીયર પર ફોકસ કરો. તમે વ્યસ્ત રહેશો એટલે આજે પણ કામ પુરા થશે નહીં. લાભ મળે એવી તકો મળી શકે છે. આજે નવું વાહન મળવાની તક મળી શકે છે. 

મકર
આકસ્મિક યાત્રાનો યોગ બની રહ્યો છે. તમારી માનસિકતા બદલવાની જરુર છે. તમારો વ્યવહાર વિનમ્ર રાખજો. જીવનસાથીના સહયોગથી નોકરીની જગ્યાએ લાભ મળી શકે છે. 

કુંભ
તમારી વાતચીત કરવાની શૈલીથી લોકો પ્રભાવિત થશે. વહીવટીતંત્રના કામમાં ભાગીદાર બનશો. રાજકીય હસ્તીઓ સાથે મુલાકાત થશે. મોજ મસ્તીમાં આજનો દિવસ પસાર થશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. 

મીન
આત્મવિશ્વાસમાં વધારો થશે. શત્રુઓ આજે તમારા સામે હારી જશે. આજે તમારા લગ્નની વાત ચાલી શકે છે. કોઈ ખાસ સમૂહ સાથે જોડાવાની તક મળશે. પેટ સંબંધિત પીડા થઈ શકે છે. 

નોંધઃ આ તમામ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીના આધારે છે. saurashtrakutch.com આ માન્યતાઓ અને જાણકારીઓની પુષ્ટિ કરતુ નથી. કોઈ પણ જાણકારીને અમલમાં લાવતા પહેલાં કોઈ વિશેષજ્ઞની ખાસ સલાહ લેજો.