Daily Horoscope 26 December 2023: મેષ, તુલા અને સિંહ સહિતની તમામ રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?

Daily Horoscope: ગ્રહોની ચાલ દ્વારા રાશિફળનું અનુમાન કરવામાં આવે છે. આજનો દિવસ તમારા માટે કેવો રહેશે. એના વિશે તમારા રાશિફળ મુજબ જાણી શકાય છે. આવો જાણીએ આચાર્ય પંડિત સત્યમ વિષ્ણુ અવસ્થી પાસેથી.

Share:

હાઈલાઇટ્સ

  • વૃષભ રાશિના જાતકોએ સફળતા માટે મહેનત કરવી પડશે
  • સિંહ રાશિના જાતકોને ધન લાભ થશે, સ્વાસ્થ્ય પણ સારુ રહેશે
  • ધન રાશિના જાતકોએ આજે વાહન ચલાવતી વખતે સાવધાન રહેવું પડશે

Daily Horoscope: ગ્રહોની ચાલ દ્વારા રાશિફળનું અનુમાન કરવામાં આવે છે. આજનો દિવસ તમારા માટે કેવો રહેશે. એના વિશે તમારા રાશિફળ મુજબ જાણી શકાય છે. આવો જાણીએ આચાર્ય પંડિત સત્યમ વિષ્ણુ અવસ્થી પાસેથી.  

મેષ 
આજે તમને લોકો દ્વારા સન્માન મળશે. પ્રશંસા પણ થશે અને કામમાં સફળતા મળશે. તમે મહેનત પર ધ્યાન આપો. ભાગ્યના વિશ્વાસે ન બેસતા. વિવાદોથી દૂર રહેજો અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. વાણી પર સંયમ રાખજો. 

વૃષભ
સફળતા મેળવવા માટે વધુ મહેનત કરવી પડશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે. 

મિથુન
આજે તમને તમારા વેપાર ધંધામાં કે નોકરીની જગ્યાએ કંઈક નવું કરવાની તક મળશે. આજે તમારા પરિવારમાં કોઈની તબિયત બગડી શકે છે. આજે તમને શરીરમા આળસ અનુભવાશે. 

કર્ક 
આજે તો તમને ચારે કોરથી શુભ સમાચાર મળવાના છે. આજે તમારું મન શિક્ષણ પ્રત્યે લાગશે. આજે તમને તમારા પરિવારની જવાબદારીને સારી રીતે ચલાવવામાં મદદ મળશે. મામા તરફથી સારા સમાચારના સંકેત છે. 

સિંહ 
ધન લાભ થશે અને સ્વાસ્થ્ય સારુ રહેશે. તમારા શત્રુથી સાવધાન રહેજો. જે કામ કરો છો એમાં પ્રગતિ થશે. પિતા દ્વારા આર્થિક લાભ મળશે. વાહન ચલાવતી વખતે ધ્યાન રાખજો. 

કન્યા 
આજે વાણી પર સંયમ રાખજો. મહિલા મિત્ર તરફથી સહયોગ મળશે. નોકરીમાં ઉંચુ પદ મળી શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેવાની છે. રોકાણ કરતા અને કોઈની સાથે લેવડ દેવડ કરતી વખતે ખાસ ચેતજો. 

તુલા 
આજે વેપારમાં ફાયદો થવાની શક્યતા છે. નોકરી હોય કે રુપિયો દરેક કામમાં તમને ફાયદો થવાનો છે. સમય સારો છે અને નોકરી બદલી શકો છો. આજે વેપાર ધંધા કે નોકરીના કામથી યાત્રા પર જવાનું થઈ શકે છે. 

વૃશ્વિક 
આજના દિવસે તમને વેપારમાં જોરદાર લાભ થવાનો છે. જમીન કે અન્ય પ્રોપર્ટી ખરીદવા માટે આ સમય યોગ્ય છે. વિદ્યાર્થીઓને ભણવામાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવી શકે છે. 

ધન
આજે તમારા જીવનસાથીની તબિયત થોડી નાજુક રહી શકે છે. બાળકો પણ પરેશાન રહી શકે છે. વાહન ચલાવતી વખતે ધ્યાન રાખજો. આજે ઘરે કોઈ ધાર્મિક કાર્યનું આયોજન થઈ શકે છે. 

મકર 
તમારા પદમાં વધારો થાય એવી પ્રબળ શક્યતાઓ છે. બિઝનેસમાં તમારે આજે કેટલાંક પડકારોનો સામનો કરવો પડી શકે છે. તમારા ખર્ચામાં વધારો થશે. નવું રોકાણ કરતા વિચાર કરજો. 

કુંભ
આજે અભ્યાસમાં તમારુ મન લાગશે. સખત મહેનતના કારણે સારુ પરિણામ મળશે. પરંતુ તમારી એકાગ્રતામાં ઘટાડો થશે. ચિત્રકળા અને મીડિયા મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને સારી સફળતા મળશે. 

મીન
આજે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. પગમાં દુઃખાવો કે અનિંદ્રાની મુશ્કેલી થઈ શકે છે. આધ્યાત્મ તરફ મન લાગશે. તમારા અટવાયેલા કામ માટે આજે સારો દિવસ હોવાથી તે પાર પડી શકે છે. 

નોંધઃ આ તમામ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીના આધારે છે. saurashtrakutch.com આ માન્યતાઓ અને જાણકારીઓની પુષ્ટિ કરતુ નથી. કોઈ પણ જાણકારીને અમલમાં લાવતા પહેલાં કોઈ વિશેષજ્ઞની ખાસ સલાહ લેજો.