Daily Horoscope 2 january 2024: આજના રાશિફળથી જાણો કે વર્ષનો બીજો દિવસ કેવો રહેશે

Daily Horoscope: ગ્રહોની ચાલ દ્વારા રાશિફળનું અનુમાન કરવામાં આવે છે. આજનો દિવસ તમારા માટે કેવો રહેશે. એના વિશે તમારા રાશિફળ મુજબ જાણી શકાય છે. આવો જાણીએ આચાર્ય પંડિત સત્યમ વિષ્ણુ અવસ્થી પાસેથી.

Share:

હાઈલાઇટ્સ

  • કન્યા રાશિના જાતકોને આર્થિક લાભ મળશે
  • વૃશ્વિક રાશિના જાતકોએ વિવાદ ન થાય એનું ધ્યાન રાખવું પડશે
  • મકર રાશિના લોકોએ વાણી અને વર્તન પર સંયમ રાખવો પડશે

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે એ આપણે આચાર્ય પંડિત સત્યમ વિષ્ણુ અવસ્થી પાસેથી જાણીશું. 

મેષ
આજનો દિવસ તમારા માટા સારો છે. મિત્રો પાછળ રુપિયાનો ખર્ચો થઈ શકે છે. સરકારી અને અર્ધસરકારી કામોમાં સફળતા મળશે. દાંપત્ય જીવન પણ સારુ ચાલશે. લાભના નવા સોર્સ મળશે. 

વૃષભ
કોઈ નવા કામનું આયોજન કરવા માગતા હોવ તો આજનો દિવસ સારો છે. નોકરી અને વેપારમાં લાભ થશે. પદ લાભના સંયોગ બની રહ્યા છે અને વેપારમાં પ્રગતિના. સરકાર દ્વારા લાભ મળી શકે છે. 

મિથુન
આજે તમારા કામમાં વિલંબ થઈ શકે છે. શરીરમાં સ્ફૂર્તિ અને મનમાં ઉત્સાહ રહેશે. નોકરીમાં અધિકારીઓના નકારાત્મક વલણથી મન દુઃખી થઈ શકે છે. મહત્વનું કોઈ કામ આજે ન કરો તો સારુ છે. 

કર્ક 
બહારનું ખાવા પીવાથી સ્વાસ્થ્ય કથળી શકે છે. ગુસ્સા પર કાબૂ રાખજો અને પરિવારના સભ્યો સાથે મતભેદ ન થાય એનું ધ્યાન રાખજો. નવા સંબંધો તકલીફદાયક સાબિત થઈ શકે છે. 

સિંહ 
જીવનસાથી સાથે કોઈ સામાન્ય વાતને લઈ વિવાદ થઈ શકે છે. સાંસારીક વિષય વિશે વિચારીને થોડા પરેશાન થઈ શકો છો. ભાગીદારો સાથે મતભેદ થઈ શકે છે. 

કન્યા 
શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય એકદમ સારુ રહેશે. ઘરમાં સુખ શાંતિનો માહોલ રહેવાથી પ્રસન્નતા અનુભવશો. આર્થિક લાભ અને કામમાં સફળતા મળશે. નોકરી પણ લાભના યોગ દેખાઈ રહ્યા છે. 

તુલા 
રચનાત્મક ક્ષમતાનો યોગ્ય ઉપયોગ કરી શકશો. સંતાનની પ્રગતિ થશે. પ્રિય વ્યક્તિ સાથેની મુલાકાત પણ રોમાંચક રહી શકે છે. તન-મનથી તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ કરી શકશો. 

વૃશ્વિક
આજના દિવસે શારીરિક અને માનસિક રીતે ભયનો અનુભવ કરશો. કોઈ વાતને લઈ ચિંતા તમને કોરી નાખશે. પરિવારના સભ્યો સાથે વિવાદ થવાની શક્યતા છે. માતાનું સ્વાસ્થ્ય સારુ રહેશે. 

ધન
આધ્યાત્મિકતા તરફ તમારું મન લાગશે. નવા કામની શરુઆત માટે દિવસ સારો છે. કોઈ વાતની ચિંતા રહી શકે છે. કોઈ નાની મુસાફરી આજે શક્ય છે. આજે ધન લાભના યોગ છે. 

મકર 
વાણી અને વ્યવહારમાં સંયમ રાખજો. પરિવારના સભ્યો સાથે વિવાદ થઈ શકે છે. આજે શેર બજારમાં રુપિયા રોકવાનો વિચાર કરી શકો છો, આર્થિક લાભ થઈ શકે છે. સ્વાસ્થ્યને લઈ ધ્યાન રાખજો. 

કુંભ 
શારીરિક અને માનસિક રીતે આનંદિત રહેશો. સગા સંબંધીઓ અને પરિવારના સભ્યો સાથે ઘરમાં ઉત્સવ જેવો માહોલ રહી શકે છે. ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. આર્થિક રીતે પણ દિવસ સારો છે. 

મીન
આર્થિક આયોજન અને રુપિયાનું રોકાણ કરતી વખતે ખાસ ધ્યાન રાખજો. એકાગ્રતમાં ઘટાડો થઈ શકે છે. સાથે જ બેચેની અનુભવશો. ધાર્મિક કાર્યો પર ખર્ચો થઈ શકે છે. મિત્રો કે સંબંધીઓ સાથે મતભેદ થઈ શકે છે. 

નોંધઃ આ તમામ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીના આધારે છે. saurashtrakutch.com આ માન્યતાઓ અને જાણકારીઓની પુષ્ટિ કરતુ નથી. કોઈ પણ જાણકારીને અમલમાં લાવતા પહેલાં કોઈ વિશેષજ્ઞની ખાસ સલાહ લેજો.