Daily Horoscope 1 january 2024: આજના રાશિફળથી જાણો કે વર્ષનો પહેલો દિવસ કેવો રહેશે

Daily Horoscope: ગ્રહોની ચાલ દ્વારા રાશિફળનું અનુમાન કરવામાં આવે છે. આજનો દિવસ તમારા માટે કેવો રહેશે. એના વિશે તમારા રાશિફળ મુજબ જાણી શકાય છે. આવો જાણીએ આચાર્ય પંડિત સત્યમ વિષ્ણુ અવસ્થી પાસેથી.

Share:

હાઈલાઇટ્સ

  • મેષ રાશિના જાતકોએ પોતાની વાણી પર કાબૂ રાખવો પડશે
  • કર્ક રાશિના જાતકોને આજે વેપાર ધંધામાં સફળતા મળી શકે છે
  • તુલા રાશિના જાતકો માટે પારીવારિક વિવાદનો અંત આવી શકે છે

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે એ આપણે આચાર્ય પંડિત સત્યમ વિષ્ણુ અવસ્થી પાસેથી જાણીશું. 
 
મેષ 

તમારી બોલચાલની ભાષા પર થોડો કંટ્રોલ રાખજો. વેપાર ધંધામાં તમારું માન સન્માન વધશે. રમત ગમત સાથે સંકળાયેલા લોકો માટે આજનો સમય સૌથી સારો છે. યાત્રાથી લાભ થશે. 

વૃષભ
આજનો સમય તમારા માટે સારો છે. તમારી વાણી પર થોડો કાબૂ રાખજો. થઈ ગયેલા કામ પણ જે બગડી શકે છે. તમારા વિચારો બદલજો, બીજાને બદલવાનો પ્રયાસ ન કરતા. 

મિથુન
તમારા સંતાનના વિવાહને લઈ ચિંતા રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. રુપિયાનું રોકાણ કરવાથી લાભ શક્ય છે. રાજકારણ સાથે સંકળાયેલા લોકોને લાભ થશે. તમારા અધિકારોનો ખોટો ઉપયોગ કરતા નહીં. 

કર્ક 
જો તમે વેપાર ધંધાને આગળ વધારવા માગતા હોવ તો તમારી યોજના સફળ રહેશે. ખોટી ચિંતા કરવાનું છોડી દેજો. ખાદ્ય પદાર્થનો વ્યવસાય કરતા જાતકો માટે સમય સારો છે. સમય જતા રુપિયાનું રોકાણ કરી શકશો. 

સિંહ 
તમારા વ્યવહારથી સહકર્મીઓ ખુશ થશે. જીવનમાં નવી ઉડાન ભરવાનો સમય છે, એનો લાભ લેજો. પરિવાર તરફથી કોઈ ભેટ મળી શકે છે. કદાચ ખોટા ખર્ચા આવી શકે છે. સમાજીક કાર્યોમાં ભાગ લઈ શકશો. 

કન્યા
તમારી સંપતિ વધી શકે છે. પોતાના કરિયર પ્રત્યે ગંભીર રહેજો. આત્મવિશ્વાસની ઉણપના કારણે કોઈ ખોટો નિર્ણય લઈ શકશો. તમારા મનમાં કોઈ વાત ચાલી રહી છે. આધ્યાત્મિક બળથી લાભ થશે. 

તુલા
લાંબા સમયથી ચાલી રહેલા પારીવારિક વિવાદોનો આજે અંત આવી શકે છે. મહત્વના કામો પૂરા કરવામાં આજે સફળતા મળશે. વિદ્યાર્થી વર્ગે આજે ખૂબ જ મહેનત કરવી પડશે. વધારે અભિમાન કરતા નહીં. 

વૃશ્વિક 
કાર્યક્ષમતામા વધારો થશે. નોકરીની શોધખોળ માટે આમતેમ ભટકવું પડી શકે છે. તમે જે વિચારો છો એને કેટલું પુરુ કરી શકો છો એના પર ધ્યાન આપજો. તમારા જીવનસાથીનો સહયોગ મળશે. 

ધન
શું કરવું અને શું ન કરવું એવી પરિસ્થિતિમાંથી હાલ તમે પસાર થઈ રહ્યા છો. શાંતિથી નિર્ણય લેજો. ઉતાવળમાં કોઈ કામ કરતા નહીં. નવું વાહન ખરીદવાનું વિચારતા હોવ તો આજે સમય સારો છે. 

મકર 
તમે બીજા વિશે કોઈ ખોટો વિચાર કરતા નહીં. જમવા પર થોડો કાબૂ રાખજો. પેટ સંબંધિત કોઈ બીમારી થઈ શકે છે. સમય ઓછો હોવાથી કામ પર ધ્યાન આપજો. તમારા કામ જાતે  જ કરજો. 

કુંભ
જે કામ કરવાનું છે એ જ કરો.  ખોટો સમય વેસ્ટ કરતા નહીં. બીજાની શીખામણ લેવા જતા નુકસાન આવી શકે છે. શાંતિથી વિચાર કરીને નિર્ણય લેજો. આજીવિકાના સ્ત્રોતમાં વૃદ્ધી સંભવ છે. 

મીન 
જરુરિયાત મુજબ કામ પૂરા થઈ શકશે નહીં. ઉન્નતિના માર્ગ પર આગળ રહેશો. અધિકારી વર્ગ માટે સારો સમય છે. દાન પુણ્ય કરવાથી તમારા મનને શાંતિ મળી શકે છે. 

નોંધઃ આ તમામ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીના આધારે છે. saurashtrakutch.com આ માન્યતાઓ અને જાણકારીઓની પુષ્ટિ કરતુ નથી. કોઈ પણ જાણકારીને અમલમાં લાવતા પહેલાં કોઈ વિશેષજ્ઞની ખાસ સલાહ લેજો.