Arthritis Pain: શિયાળા દરમિયાન વકરતી આ સમસ્યામાં રાહત માટે આ 5 બાબતોનું ધ્યાન રાખો

ચોક્કસ ખાદ્યપદાર્થોની પસંદગી ઉપરાંત સાંધા પરની તાણને દૂર કરવા માટે તંદુરસ્ત વજન જાળવી રાખવું મહત્વપૂર્ણ છે

Courtesy: Image: Twitter

Share:

 

Arthritis Pain: સંધિવાથી પીડિત લોકો માટે શિયાળાની ઋતુ વધુ પરેશાન કરનારી બની રહે છે. જોકે ડાયેટમાં યોગ્ય પોષક તત્વો ઉમેરવાથી ઠંડીના મહિનાઓમાં પીડા અને જડતા દૂર કરવામાં મદદ મળી શકે છે. શિયાળા દરમિયાન સંધિવાનો દુઃખાવો (Arthritis Pain) કષ્ટદાયક હોઈ શકે છે કારણ કે આ ઋતુમાં તેના લક્ષણોમાં વધારો અનુભવાય છે અને તેથી હલનચલનમાં અને રોજિંદી પ્રવૃત્તિઓમાં મુશ્કેલી અનુભવાય છે. 

 

શિયાળાના મહિનાઓમાં સંધિવાનો દુઃખાવો અને સોજો વધી શકે છે કારણ કે, આ સમય દરમિયાન આપણા શરીરના પેશીઓ વિસ્તરે છે અને સંકુચિત થાય છે કારણ કે દબાણમાં વધઘટ ચેતા પર દબાણ લાવે છે અને તેના પરિણામે સાંધામાં દુઃખાવો થઈ શકે છે. 

 

જો તમે અથવા તમારા કોઈ પ્રિય વ્યક્તિ સંધિવાથી પીડિત હોય તો તમે જાણતા જ હશો કે પીડા, જડતા, સોજો અને થાક એ કેટલાક સામાન્ય લક્ષણો છે અને જો તે સારી રીતે સંચાલિત ન થાય તો જીવનની ગુણવત્તાને અસર કરી શકે છે.

Arthritis Painમાં રાહત માટેના ઉપાય

શિયાળા દરમિયાન સંધિવાના દુઃખાવાને સંપૂર્ણપણે ટાળી ન જ શકાય પરંતુ આહારમાં વધારાના પોષક તત્વો ઉમેરવાથી અને દિનચર્યામાં અમુક ફેરફારો કરવાથી રાહત જરૂર મળે છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે સંધિવાથી પીડિત લોકોએ સારડીન અને સૅલ્મોન જેવી તૈલી માછલીઓમાં જોવા મળતા ઓમેગા-3 ફેટી એસિડનું સેવન કરવું જોઈએ. આ સિવાય અહીં દર્શાવેલી વસ્તુઓને ડાયેટમાં સામેલ કરવાથી પણ રાહત મળશે. 

1. લીલા શાકભાજી

આર્થરાઈટિસના દર્દીઓ માટે લીલા પાંદડાવાળા શાકભાજી, બ્રોકોલી અને બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ જેવી શાકભાજીની પણ ભલામણ કરવામાં આવે છે. વિટામિન્સ, ખનિજો અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર આવા શાક ઈન્ફ્લેશન ઘટાડવા અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં ફાળો આપે છે. 

2. નટ્સ અને સીડ્સ

તેમાં પણ ખાસ કરીને અખરોટ અને ફ્લેક્સ સીડ્સનું સેવન કરવાથી સંધિવાનો દુઃખાવો (Arthritis Pain) ધરાવતા લોકોને જરૂરી ઓમેગા-3 મળી રહે છે. આ તત્વો ઈન્ફ્લેશનને ઘટાડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. 

3. વજન ઘટાડનારો ખોરાક

ચોક્કસ ખાદ્યપદાર્થોની પસંદગી ઉપરાંત સાંધા પરની તાણને દૂર કરવા માટે તંદુરસ્ત વજન જાળવી રાખવું મહત્વપૂર્ણ છે. પ્રોસેસ્ડ ફૂડ, ખાંડવાળા નાસ્તા અને લાલ માંસના વધુ પડતા વપરાશને ટાળવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે તે ઈન્ફેલશન અને વજન વધારવામાં ફાળો આપી શકે છે.

4. વિટામીન ડીથી સભર ખોરાક

વિટામિન ડીનું પૂરતું સેવન સુનિશ્ચિત કરવું પણ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને શિયાળાના મહિનાઓમાં જ્યારે સૂર્યપ્રકાશ મર્યાદિત હોય છે. ફોર્ટિફાઈડ ડેરી ઉત્પાદનો, ઈંડા અને મશરૂમ્સ જેવા વિટામિન ડીથી ભરપૂર ખોરાકને આહારમાં સામેલ કરવો જોઈએ. આ સિવાય સપ્લિમેન્ટ્સ પણ લઈ શકાય.

5. હાઈડ્રેશન

પાણી આપણા શરીરમાં જોઈન્ટ લુબ્રિકેશન જાળવવામાં મદદ કરીને શરીરના એકંદર કાર્યોને ટેકો આપે છે માટે સંધિવાથી પીડિત લોકોએ યોગ્ય રીતે હાઈડ્રેટ રહેવું જોઈએ અને ખાંડયુક્ત અથવા કેફીનયુક્ત પીણાંથી દૂર રહેવું જોઈએ.