ગુજરાતમાં આવેલા મહાદેવના આ મંદિર વિશે જાણો


2023/12/26 16:01:00 IST

સોમનાથ મંદિર

    ગીર સોમનાથ જિલ્લામાં આવેલું સોમનાથ દાદાનું મંદિર 12 જ્યોર્તિલિંગમાંનું એક ગણાય છે. અહીં બારે માસ દર્શનાર્થીઓ આવતા હોય છે.

Credit: Google

નાગેશ્વર મહાદેવ, દ્વારકા

    દ્વારકામાં આવેલું નાગેશ્વર મહાદેવનું મંદિર પણ બાર જ્યોર્તિલિંગમાંનું એક માનવામાં આવે છે. અહીં પણ બારે માસ ભક્તોની ભીડ રહે છે.

Credit: Google

સ્તંભેશ્વર મહાદેવ મંદિર

    વડોદરાથી આશરે 85 કિમી દૂર કાવી કંબોઈ ગામ પાસે આ એક પ્રાચીન મંદિર છે. જે દિવસમાં બે વાર દરિયામાં ડૂબે છે.

Credit: Google

ભવનાથ મહાદેવ

    જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં આવેલા ભવનાથ મંદિરને દિગંબર સાધુઓનું ઘર માનવામાં આવે છે. શિવરાત્રીએ અહીં દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટે છે.

Credit: Google

કોટેશ્વર મહાદેવ મંદિર

    કચ્છમાં ખાડી પાસે અહીં કોટેશ્વર ગામ છે. અહીં કોટેશ્વર મહાદેવ મંદિર આવેલું છે.

Credit: Google

ત્રિનેતેશ્વર મહાદેવ

    સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ગામમાં ત્રિનેતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અહીં દર વર્ષે મેળો પણ ભરાય છે. તરણેતરનો મેળે ગુજરાતમાં પ્રખ્યાત છે.

Credit: Google

View More Web Stories